September 23, 2021
September 23, 2021

Janmashtami 2021: બોલિવૂડ સાથે ઉજવો જન્માષ્ટમી, આ ગીતો સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો

આજે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌) ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઇ જાય છે. મથુરા હોય કે દ્વારકા, દરેક જગ્યાએ આ તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

બોલિવૂડ અને ફિલ્મોમાં દેશના બધા જ તહેવાર બતાવવામાં આવે છે. કૃષ્ણ જનમાષ્ટમીના અવસર પર અમે તમને જણાવીશું કે બોલિવૂડમાં એવા કેટલાક ગીતો છે જે કૃષ્ણજન્મ અને તેનો મહિમા દર્શાવે છે.

મોહે રંગ દો (બાજીરાવ મસ્તાની) 

બાજીરાવ મસ્તાનીનું ગીત છે મોહે રંગ દો લાલ, નંદ કે લાલ..!! આ ગીતમાં દિપીકા કૃષ્ણની પૂજા કરતી જોવા મળે છે. આ ગીતને શ્રેયા ઘોષાલ અને બિરજુ મહરાજે સાથે મળીને ગાયુ છે. બિરજુ મહારાજે આ ગીતને કોરિયોગ્રાફ પણ કર્યુ છે. 

રાધે-રાધે (ડ્રીમ ગર્લ)

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લમાં રાધે રાધે ગીત છે. ગીતના શબ્દો છે રાધે રાધે રાધે, તેરે બિના કૃષ્ણા ભી લગે આધે આધે. આ ગીત આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચા પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને મિત બ્રોસે ગાયુ છે. 

ગો-ગો ગોવિંદા (ઓહ માય ગોડ)

ગો ગો ગોવિંદા આ ગીત એક સમયે ખૂબ જ ફેમસ  થયુ હતું. આ ગીતમાં પ્રભુદેવાનો જબરજસ્ત ડાન્સ જોવા મળે છે. પ્રભુદેવા સાથે સોનાક્ષી સિન્હા પણ આ ગીતમાં ડાન્સ કરતી નજરે પડે છે. અક્ષય કુમારે આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું છે. 

રાધા (સ્ટુડન્ટ ઓફ ધ યર)

સ્ટુડન્ટ ઓફ ધ યરમાં રાધા ગીતને નવા મ્યૂઝિક અને નવા અંદાજમાં પેશ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળે છે. આ ગીતને શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણે ગાયુ છે. ત્રણેય કલાકારોએ ગીતમાં ખુબ સુંદર ડાન્સ કર્યો છે.

રાધા કૈસે ન જલે (લગાન)

આમિર ખાનની ફિલ્મ લગાનનું આ ગીત આજે પણ ખૂબ પ્રખ્યાત છે. આમિર અને ગ્રેસી સિંહે આ ગીત પર ખૂબ જ સારો ડાન્સ કર્યો છે.

ગોવિંદા આલા રે (બ્લફ માસ્ટર)

શમ્મી કપૂર વગર આ લિસ્ટ અધૂરુ છે. પોતાના જમાનામાં શાનદાર મ્યૂઝિક પર એનર્જેટિક ડાન્સ માટે શમ્મી કપૂર ખૂબ જાણીતા હતા. બ્લફ માસ્ટરનું ગીત ગોવિંદા આલા રે પોતાના સમયનું સૌથી લોકપ્રિય ગીત હતું.

ચાંદી કી ડાલ પર (હેલ્લો બ્રધર)

મૈયા યશોદા, યે તેરા કનૈયા (હમ સાથ સાથ હૈ)

સો જા જરા (બાહુબલી 2)

મચ ગયા શોર (સુહાગ)

 47 ,  1