છોટા ઉદેપુર : 73મા સ્વતંત્રતા પર્વ પ્રસંગે વિજય રુપાણીએ લહેરાવ્યો તિરંગો

સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ હતી રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કાલે 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 અને 35એ હટાવીને દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું છે.

રાજ્ય કક્ષાની ઉજવણીમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, 72 વર્ષ પહેલા ગુજરાતના બે વીર સપૂત ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના 72 વર્ષ બાદ ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે 72 વર્ષ પછી 2019માં પૂર્ણ સ્વરાજનું સપનું કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aને હટાવીને 125 સવા સો ભારતીયો માટે 73માં આઝાદી પર્વને ઐતિહાસિક બનાવ્યું છે. ગુજરાતે પણ ગાંધી સરદાર નરેન્દ્ર મોદી અમિત શાહના પદચિન્હો પર ચાલીને સુરાજ્ય, ગુડ ગવર્ન્સ નવતર કડી પ્રસ્થાપિત કરી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી