આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી

‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ અંતર્ગત

‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે પોષણયુક્ત આહાર પીરસી મહત્વ સમજાવવામા આવ્યુ હતુ.

સરગવાના પાનના થેપલા, લીલા પાંદળવાળા શાકભાજી, અને તેમાથી મળતા પોષક તત્વો, વિવિધ પ્રકારના ખોરાકો, તથા પોષણ વાટિકા તૈયાર કરી તેનુ મહત્વ બાળકોને સમજાવતા અહી ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરવામા આવી હતી.

આહવાની જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલના ડો.કૃતિકા ચૌધરી એ આહવાના ચિલ્ડ્રન હોમ ખાતે આવી, અંતેવાસી બાળકો સાથે વાત-ચિત કરી બાળકોને પોષણ આહાર, અને એનાથી થતા ફાયદા તથા શરીરને નિરોગી રાખવા બાબતે બાળકોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ ઉપરાંત બાળકોની તંદુરસ્તી તપાસી વિવિધ આયુર્વેદિક દવાઓની કીટનું વિતરણ કર્યુ હતુ.

‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનુ સંચાલન ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ આહવાના અધિક્ષક દાનિયેલ ગામિત તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સસ્થાકીય સુરક્ષા અધિકારી દિવ્યેશ વણકરે કર્યુ હતુ. જેમાં સંસ્થાના દરેક કર્મચારીશ્રીઓએ ભૂમિકા અદા કરીએ પોષણ સપ્તાહની ઉજવણી કરી હતી. ઉલ્લેખનિય છે કે, આહવાના ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ, ખાતે કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો સંસ્થાકીય સંભાળ લઈ રહ્યા છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી