દાહોદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યું

દાહોદમાં 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ, 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ

આજે સમગ્ર દેશ ભારતના 72મા રિપબ્લિક ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દાહોદમાં આજે રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. જ્યારે સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા છે. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. ટૂંક સમયમાં જ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે.

દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કાર્યક્રમ સ્થળે પુષ્પવર્ષા કરવામાં આવી.

CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજારોહણ કર્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કર્યું. અહીં 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ રહ્યા. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં અહીં 1 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન પર કોરોના વૉરિયર્સનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું.

 17 ,  1