સાબરકાંઠા : કવિ ઉમાશંકર જોશીના જન્મસ્થળ બામણા ખાતે ૧૦૬મી જન્મ જ્યંતીની ઉજવણી..

સાબરકાંઠા એટલે સાહિત્યકારોની ભૂમિ. આજે ૨૧ જુલાઈનાં રોજ કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૦૬મી જન્મ જ્યંતીની તેમના જન્મ સ્થળ બામણા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને જીલ્લાના જુદાજુદા સ્થળે ઉમાશંકર જોશીની જન્મ જ્યંતીની જુદું જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પુનાસણ ખાતે પણ કવિની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

હાલના ટેકનોલોજીના સમયે યુવાવર્ગમાં પુસ્તક વાંચનનું ચલણ ઓછું થઈ રહ્યું છે, ત્યારે શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા કાર્યરત ઇ-લાયબ્રેરીનાં માધ્યમથી તમામે વર્ગે ને આંગળી ના ટેરવે ઇ – વાંચન સાહિત્ય મળી રહે એ આશયથી કવિ શ્રી ઉમાશંકર જોશીનાં નામે ઇ-લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યું હતું.

તો ઇડર નગરપાલિકા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા યાદે ઉમાશંકર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી