અમદાવાદ : રાજ્યભરમાં શીતળા સાતમની ઉજવણી

આજે રાજ્ય ભરમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા માતાની વ્રત કથા અને પૂજનનું અનેરૂ મહત્વ રહેલું છે.શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી પૂજાવિધિ કરે છે. તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે. અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.જ્યારે ચૂલાની વિધિવત પૂજા કરી આખો દિવસ ચૂલો સળગાવવા માં આવતો નથી અને બહેનો ને એક જ દિવસ રસોઈમાં રજા મળતી હોય છે.

શીતળા સાતમનું મહત્વ બાળકોના આયુ, આરોગ્યની રક્ષા માટે બહેનો કરતી હોય છે. તેમજ તેની કથા વાર્તા વાંચી શિવ મંદિરમાં પૂજા અર્ચના કરતી હોય છે. શીતળા માતાની પૂજામાં રૂનો હાર (નાગલો),ચુંદડી,અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાગરવેલનું પાન, રોકડ રકમ, કુલેર, ઠંડું દૂધ અને દહીં, ધૂપ દીપ કરી પૂજા કરવામાં આવી હતી. માટીના બનાવેલા શીતળા માતાની શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી