દેશના આ 10 રાજ્યોમાં કેન્દ્ર સરકારની ટીમ તૈનાત

ઓમિક્રૉનના કેસ વધતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં

ગુજરાત સહિત દેશભરમાં ઓમિક્રોનના કેસો રોકેટ ગતિ પકડતા સરકારની ચિંતા વધારી દીધી છે જેના પગલે નવા વેરિયન્ટનાં વધતાં કેસને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે ઓમિક્રૉન કેસ સામે આવી રહ્યા છે જે રાજ્યોમાં કોરોનાનો ખતરો વધ્યો છે ત્યાં કેન્દ્ર સરકારે પોતાની ટીમ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.

10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તૈનાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એલાન કર્યું છે કે 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એજ રાજ્ય છે જેમા ઓમિક્રૉન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સામે વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે. આ સિવાય મોદી સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળો અને જરૂર ન હોય તો ઘરમાં જ રહો.

કયા રાજ્યોમાં તૈનાત કરાઇ ટીમો?
આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે, જ્યાં ઓમિક્રોન અને કોરોના ચેપનો સામનો કરવા માટે કેન્દ્રીય આરોગ્ય ટીમો તૈનાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે સતત ટેન્શન વધી રહ્યું છે, એક બાદ એક રાજ્યમાં પ્રતિબંધો લાગી રહ્યા છે. એવામાં આજે એક જ દિવસમાં ઓમિક્રૉનનાં કેસમક 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઇકાલે દેશમાં ઓમિક્રૉનનાં કેસ 358 હતા જે આજે વધીને 415 થઈ ગયા છે જેમાંથી 115 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જોકે છેલ્લા 24 કલાકમાં તો માત્ર એક જ દર્દી સાજો થયો છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઓમિક્રૉનનાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દેશના 17 રાજ્યોમાં આ વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે ત્યારે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 108 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને દિલ્હી આ મામલે બીજા નંબર પર છે. દિલ્હીમાં 79 ઓમિક્રૉનનાં કેસ નોંધાયા છે. નોંધનીય છે કે દેશમાં ડેલ્ટા વેરિયન્ટનાં કારણે જ્યારે બીજી લહેર આવી હતી ત્યારે પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી