વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની કેન્દ્ર સરકારની કવાયત

6 ઓગસ્ટે રાજ્યસભામાં પ્રાઈવેટ મેમ્બર બીલ પર થશે ચર્ચા

કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની કવાયત શરુ કરી દીધી છે. 6 ઓગસ્ટે રાજ્યસભામાં ભાજપના સાંસદ રાકેશ સિન્હાના વસ્તી નિયંત્રણ બીલ પર ચર્ચા થઈ શકે છે. પ્રાઈવેટ મેમ્બર બીલ રજૂ થઈ ગયું છે.

રાજ્યની જનસંખ્યા નીતિ 2021-2030 નું ઉદ્ધાટન કરતા સીએમ યોગીએ કહ્યું કે જનસંખ્યા નીતિને લાગુ પાડતા મને આનંદ થઈ રીહ્યો છે. વધતી જતી વસતી વિકાસની રાહમાં રોડા બની શકે છે. જનસંખ્યા 2021-2030 માં દરેક સમૂદાયનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

નવી વસ્તી નીતિ હેઠળ, વર્ષ  ૨૦૨૧-૩૦ દરમિયાન કુટુંબ આયોજન કાર્યક્રમ હેઠળ જારી કરાયેલા ગર્ભનિરોધક પગલાઓને વધારવામાં આવશે. નવી નીતિમાં અગત્યની દરખાસ્ત 11 થી 19 વર્ષની વય જૂથના પોષણ, શિક્ષણ અને કિશોરોના આરોગ્યના વધુ સારી વ્યવસ્થાપન ઉપરાંત વૃદ્ધોની સંભાળ માટેની વ્યાપક વ્યવસ્થા કરવાની છે. 

ઉત્તર પ્રદેશ સરકાર તે કર્મચારીઓને પ્રમોશન ઇનક્રીમેન્ટ, આવાસ યોજનાઓમાં છૂટ અને અન્ય ભથ્થા આપશે, જે જનસંખ્યા નિયંત્રણ માપદંડોનું પાલન કરશે અથવા બે કે તેથી ઓછા બાળક છે. જે લોકો સરકારી કર્મચારી નથી અને જનસંખ્યા નિયંત્રિત કરવામાં યોગદાન આપે છે તેમને પાણી, આવાસ, હોમ લોન વગેરે કરમાં મુક્તિ જેવા લાભ મળશે.

 18 ,  1