કેન્દ્રીય આરોગ્ય ટીમની સાંજે CM રૂપાણી સાથે બેઠક, કર્ફયુ અંગે લેવાઇ શકે છે નિર્ણય

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં શનિવારે રાત્રે નવ વાગ્યાથી કર્ફ્યૂનો અમલ શરૂ કરાયો છે. આ કરફ્યુની મુદત આવતી કાલે સોમવારે સવારે 6 વાગ્યે પૂરી થાય છે ત્યારે ગુજરાત સરકાર આ કર્ફ્યૂ લંબાવશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે. ત્યારે કર્ફ્યૂનો અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

દિવાળી બાદ કોરોનાના કેસમાં એકદમ જ વધારો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયામાં 10000 જેટલા કેસ નોંધાતા ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે ત્યારે કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં ધામાં નાંખ્યા જે આજે CM રૂપાણીને મળશે. 

આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે રાજ્યમાં કોરોનાના ફેલાવા, સંક્રમણ અને તેને રોકવા અંગેના પ્રયાસો અંગે સમીક્ષા કરતી બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી નિવસ્થાને યોજાશે. 

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદવાદમાં સતત કર્ફ્યુની સાથે અન્ય ત્રણ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવા અંગે સરકાર પણ અસમંજસની સ્થિતિમાં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને અમદાવાદમાં તો બે દિવસ માટે સજ્જડ કર્ફ્યૂ મુકાયો છે ત્યારે કેન્દ્રની ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખ્યા છે એ વખતે જોવાનું એ છે કે આજે રાજ્ય સરકાર કેન્દ્રની આરોગ્ય ટીમ સાથે મળીને શું નિર્ણય લેશે.

 82 ,  1