કોરોના સંક્રમણને કાબૂ કરવા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે, સ્થિતિ અંગે સમીક્ષા કરશે

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. તહેવારની ઉજવણી ભારે પડી છે. સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પણ સક્રિય થઈ છે. સંક્રમણને કાબુમાં લેવા માટે કેન્દ્રની આરોગ્ય વિભાગની ત્રણ ડૉક્ટર્સની ટીમ આવશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જે વિસ્તારમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે ત્યા કોરોના પરિસ્થિતિનો તાગ મેળવશે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ ગુજરાતની ટીમની આગેવાની કરશે.

દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ અને તેને રોકવા માટે, ટેસ્ટીંગ, સંક્રમણ રોકવા તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે. 

ગુજરાતની ટીમને લીડ કરનાર રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. સિંઘ રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે તે વિસ્તારોની મુલાકાત લેશે. તે ઉપરાંત તેઓ ટીમ સાથે કન્ટેઈન્મેન્ટ ઝોન, દેખરેખ, તપાસ અને સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપશે. તેમજ કોરોનાના વધતા કેસોને રોકવા ઉચ્ચ સારવાર માટે પણ મદદ કરશે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર