હાથરસ કેસની તપાસ હવે CBIના હાથમાં, આ સવાલોના જવાબો શોધવા પડકાર

CBIએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો, સરકાર વિરુદ્ધ કાવતરાની થશે તપાસ

CBI હવે ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસ મામલાની તપાસ કરશે. યુપી પોલીસે નોંધાયેલા કેસોમાં સીબીઆઈના ગાઝિયાબાદ યુનિટ ફરી કેસ નોંધશે. આ ઉપરાંત હાથરસમાં ઉગ્ર ધરણા પ્રદર્શન બાદ યુપી પોલીસે નોંધેલા રાજદ્રોહ અને રાજ્ય સરકાર વિરુદ્ધ કાવતરા જેવા તમામ કેસોની પણ સીબીઆઈ તપાસ કરશે.

હાથરસ કાંડની તપાસ એસઆઈટી કરી રહી હતી. હાલમાં આ તપાસને પૂરી કરવા માટે યૂપી સરકારે વધુ 10 દિવસનો સમય આપ્યો હતો, જેથી સત્ય સામે આવી શકે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં વધતા પેચને કારણે સરકારે આ નિર્ણય કર્યો, પરંતુ હવે મામલો સીબીઆઈની પાસે પહોંચી ગયો છે. 

હાથરસ મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ગેંગરેપના આરોપીઓ પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. પીડિતાના ભાઈએ અને માંએ માર મારી હત્યા કરી હોવાનો આરોપ લગાવી જિલ્લાના એસપીને ચિઠ્ઠી લખી હતી. બીજી તરફ પીડિતાના પરિવારજનોએ આ આરોપ પર આવ્યા હતા.

બીજી તરફ પીડિતાનાં ઘરમાં તેની ભાભી બનીને રહેતી શકમંદ મહિલાનું નક્સલી કનેકશન બહાર આવતા પણ ચકચાર મચી છે. આ બનાવટી સંબંધી મહિલાએ પીડિતાનાં ઘરમાં અડ્ડો જમાવ્યો હતો અને અનેક મુદ્દે તે પીડિતાનાં પરિવારને ઉશ્કેરી રહી હતી. પોલીસ આ મહિલા અને તેનાં નક્સલી કનેકશનની તપાસ કરી રહી છે. પીડિતાનાં પરિવાર સાથે અનેક વખત આ મહિલા જોવા મળી છે.

આ મહિલા મધ્યપ્રદેશનાં જબલપુરમાં રહે છે અને પોતાને ડો. રાજકુમારી તરીકે ઓળખાવે છે. ફક્ત દલિત હોવાના નાતે તે પરિવારનો વિશ્વાસ કેળવીને કેટલાક દિવસોથી પીડિતાનાં પરિવારની સાથે રહેતી હતી.

 66 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર