એર ઈન્ડિયા બાદ અડધા ડઝનથી વધુ કંપનીઓનું ખાનગીકરણ કરવાનો કેન્દ્રનો પ્લાન

સરકારી કંપનીનું ખાનગીકરણ, જાણો કઈ-કઈ કંપનીઓ છે સામેલ

એર ઇન્ડિયાના ખાનગીકરણની સાથે 17 વર્ષ બાદ કેન્દ્ર સરકાર કોઇ સરકારી કંપનીનું સફળતાપૂર્વક ખાનગીકરણ કરી શકી છે. મોદી સરકારનો પહેલાથી જ સ્પષ્ટ આશય રહ્યો છે કે, જે કંપનીઓ સરકાર પર બોજ બની રહી છે. તેમાં ખાનગી વિનિવેશ કરવામાં આવે જેથી સરકાર પરનો બોજ ઘટી શકે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં પણ કેટલોક હિસ્સો ખાનગી કંપનીઓને વેચવામાં આવ્યો હતો. તે ઉપરાંત સરકારી વિભાગને સરકારી કંપનીમાં કન્વર્ટ પણ કરવામાં આવ્યો હતો. તેના સંચાલન માટે અલગથી બોર્ડની વ્યવસ્થા કરી હતી.

ચાલુ વર્ષ 2021-22માં એટલે કે માર્ચ 2022 સુધીમાં મોદી સરકાર અડધા ડઝન કરતા વધુ કંપનીઓના ખાનગીકરણ અથવા વિનિવેશ કરવાનો પ્લાન છે. સરકારે આ માટે પહેલાથી જાહેરાત કરી દીધી છે. કંપનીઓના ખાનગીકરણ-વિનિવેશથી 14 લાખ કરોડની આવક મેળવવાનું સરકારનું લક્ષ્ય છે. સરકારનું માનવું છે કે, કેટલાક સેક્ટર એવા છે કે, જ્યાં સરકારી કંપનીઓની જરૂરિયાત નથી. સરકારને બિઝનેસમાં ના હોવું જોઇએ. સતત ખોટમાં ચાલી રહેલી કંપનીઓનું ખાનગીકરણ કરી દેવું જોઇએ.

સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. એર ઇન્ડિયા સહિત કેટલાક સેક્ટરમાં ભાગીદારી વેચાણથી સરકારે 26.369 કરોડ રૂપિયા મળ્યા છે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધીમાં ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન BPCLનું ખાનગીકરણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (BEML). પવન હંસ, નીલાંચલ ઇસ્પાત નિગમના ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. કેટલીક ખાનગી કંપનીઓએ તેમાં રસ પણ દાખવ્યો છે. આ ઉપરાંત બે PSU બેંક અને એક વીમા કંપનીનું ખાનગીકરણ પણ કરી દેવામાં આવશે.

IDBI બેંકમાં વિનિવેશની પ્રક્રિયાને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. આ વર્ષના અંત સુધીમાં તેનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવશે. છેલ્લા 6 વર્ષમાં અનેક કંપનીઓના વિનિવેશથી કેન્દ્ર સરકારે રૂ.3.5 લાખ કરોડ એકત્ર કરી લીધા છે. આ વર્ષના અંત સુધીમાં LICનો કેટલોક ભાગ વેચીને તેનો IPO જાહેર કરશે. સરકારે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પણ બજેટમાં IPOની યાદીમાં લાવવા માટેની જાહેરાત કરી હતી. જો કે હજી સુધી તેમાં કોઇ પ્રગતિ જોવા મળી નથી.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી