જીલ્લામાં સરેઆમ વેચાતો ગાંજો અને ચરસ, માદક પદાર્થના રવાડે રઝળતું જીલ્લાનું યુવાધન

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં ખુલ્લેઆમ ગાંજા અને ચરસ જેવા માદક પદાર્થોનું વેચાણ થઇ રહ્યું છે. અને યુવાધન દ્વારા છૂટથી તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. ત્યારે કબીરસિંઘ જેવી મુવીએ યુવાધનમાં માદક પદાર્થના સેવનમાં સતત વધારો કરવાનું કામ કરી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂ ની નદીઓ બાદ ગાંજાનું વેચાણનું પ્રમાણ વધ્યું છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા સમગ્ર રાજ્યના જુદાજુદા વિસ્તારમાં નાર્કોટીક્સ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ આદેશ માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યા છે. જીલ્લામાં ઠેર ઠેર ગાંજો ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. ભાજપના એક હથ્થુ શાશનમાં જીલ્લામાં ગાંજા અને ચરસ જેવા માદક પદાર્થોના વેચાણ માં મઝા મૂકી ને કાયદા અને વ્યવસ્થાના સરે આમ લીરા ઉડાવ્યા છે. ગાંજાના શોખના કારણે યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે.

શહેર માં ખુલેઆમ ગાંજા અને ચરસ નું વેચાણ થઇ રહ્યું છે. ગાંજા નું એક પેકેટ ૧૦૦ રૂપિયાથી માંડી ૫૦૦ રૂપિયાની આસપાસ ખુલ્લે આમ ગાંજો અને ચરસ ના પેકેટ વેચાઈ રહ્યા છે. શહેરમાં ગીરધરનગર, આરટીઓ સર્કલ, પાણપુર પાટિયા, જુના ઘોડા ફાર્મ જેવા વિસ્તારોમાં બિન્દાસ ગાંજા અને ચરસનું વેચાણ થઇ રહ્યું છે.

બેખોફ, બિન્દાસ કોના રહેમ નજર હેઠળ જીલ્લામાં વેચાઈ રહ્યો છે. આ ગાંજો અને ચરસ….? શું વેચાણ કરનાર ને જીલ્લા વહીવટી તંત્ર નો કોઈ જ ડર નથી…? કે પછી તંત્ર ની રહેમ નજર ના ઓથા હેઠળ જીલ્લા માં આ માદક પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.તે એક સવાલ છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી