પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને સદસ્યતા વૃદ્ધિ અભિયાનનો પ્રારંભ

આજ રોજ સાબરકાંઠા જીલ્લા ભાજપ દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત જીલ્લાના અપેક્ષિત કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ તથા સંગઠનના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ઝોનના સંગઠન ઇન્ચાર્જ અશોકભાઈ ચોધરી, સહ ઇન્ચાર્જ સ્નેહલભાઇ પટેલ, IPCLના નિસર્ગ ઓઝા વગેરેએ સદસ્યતા અભિયાન વિષે માહિતી આપી હતી. સાબરકાંઠા જીલ્લામાં તમામ મંડળ, તથા શક્તિ કેન્દ્ર સુંધી સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી માર્ગ દર્શન આપ્યું હતું.

આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લાના પ્રમુખ જે ડી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તથા ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા અને પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, સાબર ડેરી અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 13 ,  1