September 23, 2021
September 23, 2021

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર

આજથી ચૈત્રી નવરાત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ચૈત્રી નવરત્રિએ આરાધના અને શક્તિની ઉપાસના માટેનુ વિશેષ પર્વ મનાય છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વરૂપે પુજાય છે. ત્યારે આજે અંબાજી શક્તિપીઠમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે મંગળા આરતી કર્યા બાદ ઘટસ્થાપના કરવામાં આવતી હોય છે.

આમ તો વર્ષ દરમિયાન બે નવરાત્રી આવતી હોય છે. જેમાં એક આશોની નવરાત્રી જે સારદીય નવરાત્રી તરીકે મનાય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીએ વાસંતીક નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે.

આજથી સવંત વર્ષની નવા વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી હિન્દુ ધર્મમાં આજનાં દિવસે નવાવર્ષનાં પ્રારંભ તરીકે પણ માનવામાં આવે છે અને આજથી સવંતના નવા વર્ષની શરૂઆત પણ થાય છે.

 61 ,  3