ચૈત્ર નવરાત્રિ એટલે મા ની આરાધના કરવાના દિવસો

આપણાં ત્યાં કહેવત છે કે જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી

‘નવરાત્રિ’ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્‍કૃત ભાષામાં ‘નવરાત્રિ’નો શબ્‍દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ’ એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્‍તિના વિવિધ નવ સ્‍વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઉજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે. ચૈત્રી પડવોનો દિવસ સંવત્સર વર્ષનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 6ઠ્ઠી એપ્રિલે શરૂ થઈને 14મી એપ્રિલે પૂરી થશે. આ નવ દિવસો દરમિયાન અનેક શુભ યોગો બની રહ્યાં છે.

જ્યોતિષાચાર્યો અનુસાર આ વખતે ચૈત્રી નવરાત્રિમાં પાંચ સર્વાર્થ સિદ્ધિ યોગ, 2 રવિયોગનો સંયોગ બની રહ્યો છે. આવા શુભ સંયોગમાં નવરાત્રિ પર દેવી ઉપાસના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતી અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

 127 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી