અમરાઈવાડીમાં નવજાતને ત્યજી દેનારને પકડવા ચક્રો ગતિમાન…

ધિક્કાર છે નિર્દય ‘માવતર’ને..! : આંખ પણ ઊઘડી નથીને માતા-પિતાનો છાયો છીનવાયો

અમરાઈવાડી પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી ..

અમદાવાદ શહેર અમરાઈવાડી વિસ્તારમાં મળી આવેલ નવજાત શિશુને લઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, અમરાઇવાડી પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં બનેલી ઘટના હવે અમરાઇવાડી વિસ્તારમાં જોવા મળી હતી. જ્યાં એક લક્ષ્મીનગર પાસે બપોરના તડકામાં તાજુ જન્મેલું બાળકને મુકીને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. હજુ તો ગાંધીનગર શિવાંશને ત્યજવાનો કેસ માંડ શાંત પડયો છે. ત્યારે અમદાવાદની આ ઘટના અનેક સવાલ ઊભા કરે છે. બાળકનું અપહરણ કરી અહી લવાયું છે કે બાળકને તરછોડનાર ખુદ તેના પિતા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અમરાઇવાડી વિસ્તારમાં મહાલક્ષ્મીનગર પાસે એક શખ્સ તાજા જન્મેલા બાળકને બપોરના તડકામાં નિદર્યતાથી મૂકીને ચાલ્યો ગયો હતો. હજુ તો નવજાતની આંખ પણ ઊઘડી નથીને માતા-પિતાનો છાયો છીનવી હતો.. બાળકને ત્યજનાર શખ્સ કોણ છે તેની હજુ પણ ભાળ નથી મળી પણ જો તે આ બાળકનો પિતા હોય તો અનેક સવાલ ઊભા કરે છે કે તમારી મજા આ નવજાતને જિંદગી ભરની સજા આપી રહ્યું છે. કોઈ ગેર સંબંધો બાંધી પાપને છુપાવવા બાળકને તરછોડી દે છે તો કોઈ બાળકીને સાપનો ભારો સમજી, પણ કેમ? આ તાજા જન્મેલા માસૂમનો વાંક એટલો જ કે તેને આવા નિર્દય પિતાના ઘરે જન્મ લીધો? કેસ પર હાલ દરેક પાસા પર તપાસ ચાલી રહી છે. બાળકનું અપહરણ કરી અહી કોઈ તરછોડી ગયું છે કે અન્ય કોઈ કારણસર બાળકને અહી મૂકી દેવાયું છે. હાલ અમરાઇવાડી પોલીસ, તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ સીસીટીવી ખાળવાના પ્રયાસ કરી રહી છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી