‘ચમકી’ તાવ: બાળકોના મોતને લઈને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી પર કેસ

બિહારમાં ચમકી તાવથી મરનારા બાળકોની સંખ્યા 100 કરતા વધી ગઈ છે. મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)ના કારણે 100થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. આ ઘાતક તાવનો પ્રકોપ વધી રહ્યો છે. તેને લઈને એવું કહેવાય છે કે મુખ્ય રીતે લોકોમાં આ ઘાતક તાવને લઈને જાગરૂકતા ન હોવાના કારણે તે ઝડપથી ફેલાયો છે. આ માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર બધા જવાબદાર છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર