ચંદા કોચર કાંડ: પુરાવા કુદરતી આપત્તિમાં વહી ગયા…

જાણીતી ખાનગી બેન્ક ICICIના તત્કાલીન CEO ચંદા કોચર સામે 3 હજાર કરોડની ગેરરીતીના આરોપો છે. તેમના પતિ દીપક કોચરે વીડિયોકોન કંપનીના માલિક વેણુગોપાલ ધૂત પાસેથી આર્થિક લાભ મેળવ્યો જેના બદલામાં દીપકના પત્ની ચંદાએ ધૂતની કંપનીને 3 હજાર કરોડની લોન આપી હતી. આ સમગ્ર કેસમાં ચંદા કોચરને બેન્ક માંથી દૂર કરીને CBI દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. તેની તપાસ ચાલી રહી છે.

દરમિયાનમાં આવક વેરા વિભાગે દીપક કોચરે કાળું નાણું જ્યાં છુપાવ્યું હોવાનું મનાય છે તે બ્રિટીશ વર્જિન આઈલેન્ડને વિગતો મોકલી હતી. જેમાં દીપક કોચર દ્વારા ક્યાં કઈ કંપનીમાં બે નામી રોકાણ કર્યું છે. આ આઈલેન્ડ દ્વારા આવક વેરા વિભાગને એવો જવાબ આપવામાં આવ્યો છે કે તે દીપક કોચરની જે માહિતી ઈચ્છે છે તે મળી શકે તેમ નથી.

કેમ કે આઈલેન્ડ પર સર્જાએલી કુદરતી આપત્તિ દરમિયાન તેના પુરાવા ગુમ થઇ ગયા કે ધોવાણ થઇ ગયું હતું. બીજા શબ્દોમાં કહીએ તો તેને યોગનો યોગ કહી શકાય કે દીપક કોચરની સંડોવણીના પુરાવા પાણીમાં વહી ગયા છે.

 22 ,  3