ચંદીગઢ : કોરોનાએ ફરી શાળાઓ કરાવી લૉક

કોરોનાએ વધારી વાલીઓની ચિંતા

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચંદીગઢ શિક્ષણ વિભાગે તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે બાળકોને ચેપના વધતા જોખમથી બચાવવું જરૂરી છે જેના માટે ઓફલાઇન અભ્યાસ હાલ માટે બંધ કરવામાં આવશે. જેને લઈને તમામ સરકારી, સરકારી સહિત અને ખાનગી શાળાઓમાં 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી, 2022 સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે સોમવાર, 20 ડિસેમ્બરથી શિયાળુ વેકેશન નું પુનઃઆયોજન કર્યું છે અને શાળાઓ બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ શિયાળુ વેકેશનની અંતિમ તારીખ 27 ડિસેમ્બરથી વધારીને 05 જાન્યુઆરી કરવામાં આવી છે.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે લોકોને બીનજરૂરી મુસાફરી ન કરવા સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ઓમિક્રોનના કેસ ઓછા પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા 20 દિવસથી કોરોનાના રોજના કેસ 10 હજારથી ઓછા છે. ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. દેશમાં સૌપ્રથમ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે આવ્યા હતા. ત્યારે સામુહિક સમારંભો અને મોટા પાયે નવા વર્ષની ઉજવણી ન કરવી જોઇએ. અને જે જિલ્લામાં 5 ટકાથી વધુ કેસ છે ત્યાં તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. ત્યારે નીતિ આયોગે કહ્યું કે યૂકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોન ફેલાશે તો કેસ વધશે. યૂકેની જેમ ફેલાશે તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. અને ત્યાં 80 ટકા વેક્સિનેશન છતા યુરોપમાં ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે યૂકેના 88 હજાર કેસ ભારતની વસ્તીના હિસાબે 14 લાખ કેસ હોઇ શકે છે. હાલ ભારતમાં સ્થિતિ સ્થિર છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ દર વધી રહ્યો છે. ત્યારે જરૂર પડે તો પ્રતિબંધાત્મક ઉપાયો લાગુ કરવા જોઇએ. ઓમિક્રોનને લઇ ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે ઓમિક્રોન સમગ્ર યુરોપ અને દુનિયાના મોટાભાગમાં ઝડપથી ફેલાઇ ગયો છે. ત્યારે લોકોએ 5 ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધ વધારવા જોઇએ. અને 2 સપ્તાહમાં 5 ટકાથી ઓછા કેસ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ વધારવા જોઇએ. કારણે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે ત્યાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટથી આગળ નીકળી જશે. અને ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના કેસને સામાન્ય ગણાવીને નકારવામાં આવી રહ્યાં છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી