‘તારી પત્ની સાથે અફેર છે જે થાય તે કરી લે..’ તેમ કહી પ્રેમીએ યુવક પર ચાકુ વડે કર્યો હુમલો

ચાંદખેડા પોલીસે પત્નીના પ્રેમી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

પત્નીને પાડોશીના ભાણીયા સાથે બંધાયો પ્રેમ સંબંધ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પતિ, પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પતિને કહ્યું મારે તમારી જોડે નથી રહેવું, મને પાડોશી ગમે છે અને છેલા ત્રણ મહિનાથી અમારી વચ્ચે સંબંધ છે. આટલું કહી પત્નીએ પ્રેમીને ફોન કરી પતિને આપ્યો હતો. ત્યારબાદ મામલો મારા મારી પર ઉતરી આવ્યો હતો. પ્રેમી ચાકુ લઇને ઘરે આવી પતિના પરિવાર પર હુમલો કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં સત્યમેવ હોસ્પિટલ પાસે આવેલ એક રેસિડેન્સમાં રહેતો યુવક પેન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ યુવકની પત્નીએ કહ્યું હતું કે, મારે તમારી સાથે રહેવું નથી, મારે અફેર આપણા ઘરની સામે રહેતા ભાણીયા સાથે છેલ્લા ત્રણ મહિનાથી ચાલે છે તેમ કહીને યુવકની પત્નીએ તેના પ્રેમીને ફોન કરી વાત કરાવી હતી.

તે દરમિયાન પત્નીનો પ્રેમી છરી લઇને ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન યુવકના પિતા વચ્ચે પડતા છરીનો ઘા વાગી ગયો હતો. તો બીજી તરફ બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા પત્નીનો પ્રેમી ભાગી ગયો હતો. પ્રેમીએ યુવકને ધમકી પણ આપી હતી. તારી પત્ની સાથે અફેર છે જે થાય તે કરી લે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ યુવકે પત્નીના પ્રેમી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

 27 ,  1