આંધ્રપ્રદેશ: TDP અધ્યક્ષ ચંદ્રાબાબૂની ‘પ્રજા વેદિકા’ પર ચાલ્યું બુલડોઝર

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ ચંદ્રાબાબૂ નાયડૂએ બનાવેલી બિલ્ડિંગ પ્રજા વેદિકાને તોડવામાં આવી રહી છે. આ બિલ્ડિંગમાં ચંદ્રાબાબૂ નાયડુ અધિકારીઓ અને પાર્ટી નેતાઓ સાથે મીટિંગ કરવાની સાથે સાથે જનતા દરબાર પણ ભરતા હતા.

દ્રબાબુ નાયડુએ બનાવેલા આ આવાસનું નામ પ્રજા વેદિકા છે. તેનું નિર્માણ ચંદ્રબાબુ નાયડુએ સરકારમાં હતાં ત્યારે કરાવ્યું હતું. સરકારમાં હતાં ત્યારે નાયડુ પ્રજા વેદિકામાં જનતા દરબાર ભરતા હતાં. આરોપ છે કે આ આવાસનો મોટો ભાગ ગેરકાયદે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ નિગમની ટીમે પ્રજા વેદિકાની બહારના ભાગમાં ખુબ તોડફોડ કરી છે.

મુખ્યમંત્રી વાય.એસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા તોડવાનો આદેશ આપ્યો હતો. જે વિશે પ્રશાસને મંગળવારે મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આજે પણ બિલ્ડિંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ પહેલા ચંદ્રાબાબૂએ પ્રજા વેદિકાને વિપક્ષના નેતાનું સરકારી ક્વાર્ટર જાહેર કરવાની માંગણી કરી હતી પરંતુ સીએમ જગન મોહન રેડ્ડીએ આ માંગ નકારી દીધી હતી.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર