લોકસભા ચૂંટણીને લઇ જેઈઈ એડવાન્સ પરીક્ષાની તારીખમાં ફેરફાર,કઈ છે નવી તારીખ જાણો

સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ઉભો થયો છે. ત્યારે આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી જેઈઈ એડવાન્સ પરીક્ષાની તારીખમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ફેરફાર કરવામા આવ્યો છે.

ચૂંટણીને પગલે પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવામા આવી છે . આ પરીક્ષા જે અગાઉ ૧૯મેના રોજ લેવાનાર હતી તે હવે ૨૭ મે યોજવામાં આવશે.

નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીને લઈને અનેક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવો પડયો છે. લોકસભા ચૂંટણી સમગ્ર દેશમાં વિવિધ સાત તબક્કામાં યોજાનાર હોવાથી અને કેટલાક તબક્કામાં રવિવારે જ મતદાન હોવાથી રવિવારે યોજાનારી રાષ્ટ્રીય પરીક્ષાઓમાં ફેરફારો કરાયા છે.

તો કેટલીક પરીક્ષાઓ ચૂંટણીને લઈને વહેલી કરાઈ છે તો કેટલીક પરીક્ષાઓ ચૂંટણીને લઈને મોડી કરવામા આવી છે.

તો આ તરફ યુજી-ઈજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષાઓ પણ ૨૦ એપ્રિલ સુધી યોજવાને બદલે ૧૨મી એપ્રિલ સુધીમાં પુરી કરી દેવામા આવનાર છે.

જ્યારે જેઈઈ મેઈન પછીની પીજી ઈજનેરી માટેની અને દેશની વિવિધ આઈઆઈટી-એનઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા પણ ચૂંટણીને પગલે પાછી ઠેલાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈઆઈટી દ્વારા લેવાનાર પરીક્ષાની તારીખ અગાઉ ૧૯મે નક્કી કરવામા આવી હતી. પરંતુ ચૂંટણની તારીખો જાહેર થતા છેલ્લા અને સાતમા તબક્કામાં ૭ રાજ્યોમાં ચૂંટણી હોવાથી પરીક્ષાની તારીખ બદલીને ૨૭મી મે કરવામા આવી છે.

આ જેઈઈ એડવાન્સ પરીક્ષા સવાર અને બપોરના એમ બે ભાગમાં લેવાશે જેમાં પેપર-૧ની પરીક્ષા સવારે અને પેપર -૨ની પરીક્ષા બપોરે લેવાશે

 128 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી