સંક્રમણ વધતા GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, જાણો નવી તારીખ

વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર 

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે GPSCએ મોટો નિર્ણય લીધો છે. કેટલીક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. 

આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જુનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે. 

 71 ,  1