રાજ્યના પ્રભારીઓની જવાબદારીમાં ફેરફાર

લોકસભા ચૂંટણી બાદ હવે રાજ્ય સરકારના પ્રભારીઓની જવાબદારીઓમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જવાહર ચાવડાને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની જવાબદારી સોંપાઇ છે. તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલી. યોગેશ પટેલને તાપી. ઇશ્વરસિંહ પટેલને સાબરકાંઠાના પ્રભારી બનાવાયા છે.

જ્યારે કે વિભાવરીબેન દવેને મહેસાણા ઉપરાંત બોટાદની જવાબદારી મળી છે. કૌશિક પટેલને સુરત અને ગાંધીનગર. તેમજ આર.સી. ફળદુને અમદાવાદની જવાબદારી સોંપાઇ છે. આ પ્રભારીઓ સમયાંતરે જિલ્લાની મુલાકાત લઇને ત્યાંના વહીવટી પ્રશ્નોની માહિતી મેળવી તેનો નિકાલ કરવામાં જિલ્લા અધિકારીઓને મદદ કરશે.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર