PSI-LRD પોલીસ ભરતીમાં નિયમમાં ફેરફાર…

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારને પડતર ભરતીઓ અને બેરોજગારીનો મુદ્દાઓ યાદ આવી રહ્યાં હોય તેમ જણાઇ રહ્યું છે. ગૃહ વિભાગમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નવી સરકાર રચાયા બાદ સરકારના મુદ્દાઓ અને જનતા વિરોધને બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સરકાર દ્વારા 27,847 પદો પર ગૃહ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત PSIની 300 બેઠકો પર ભરતીની અગાઉ જાહેરાત કરાઇ હતી. GPSC દ્વારા DySP કક્ષાના પદો માટે જાહેરાત કરવામાં આવી છે.

ભરતી પક્રિયા માટે LRD ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ IPS અધિકારી હસમુખ પટેલને બનાવવામાં આવ્યા છે. હસમુખ પટેલ મંગળવારે એક મહત્વના નિયમની જાહેરાત કરી હતી જે PSI અને LRDની ભરતી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખૂબ મહત્વનો છે. હસમુખ પટેલ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બર મહિનામાં એકસાથે લેવાનું આયોજન થઇ રહ્યું છે. LRD અને PSI બંને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. એક સાથે ભરતીનું આયોજન થઇ રહ્યું હોવાના કારણે શારીરિક કસોટી અલગથી આપવી જરૂરી નથી. માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

મહત્વનું છે કે, ભરતી પ્રક્રિયા માટે 10 લાખ કરતા વધુ ઉમેદવારો અરજી કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને લઇ ભરતી બોર્ડ તમામ સાવચેતી સાથે આયોજન કરી રહ્યું છે. એકની એક કસોટી બે વખત લેવાના બદલે બે અલગ–અલગ પોસ્ટ માટે અરજી કરનારે એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે 27,847 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી. સાથે સાથે એ પણ જાહેરાત કરી હતી કે આ ભરતી પ્રક્રિયા 100 દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, નવેમ્બર મહિનામાં દિવાળી બાદ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે. એટલે દિવાળી બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

 75 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી