September 23, 2021
September 23, 2021

નવો નિયમ : ટ્રાફિક નિયમ તોડનારને 15 દિવસમાં આવશે નોટિસ

ચલણ નહીં ભરાય ત્યાં સુધી સંપૂર્ણ રેકોર્ડ સંઘરી રખાશે

જો તમે હવે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પરિવહન મંત્રાલય દ્વારા કેટલાક નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. જે મુજબ નિયમ તોડનાર ચલણ ભરે ત્યાં સુધી તેનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવાનો રહેશે. પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ અંતર્ગત એક સંશોધિત અધિસૂચના જાહેર કરી છે. આ સંશોધિત અધિસૂચના મુજબ ચલણ ફાડવા માટે ઈલેક્ટ્રોનિક ઈન્ફોર્સમેન્ટ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવશે.

મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં કેટલાક ટ્વિટ કરી આ અંગે માહિતી આપવામાં આવી છે કે, ગુનાની જાણ ટ્રાફિક રૂલ્સ તોડ્યાના પંદર દિવસની અંદર કરવાની રહેશે. આ સાથે જ ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં એકઠા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ દંડ ભરાય ત્યાં સ્ટોર કરીને રાખવાના રહેશે.

નવા નિયમ પ્રમાણે ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં સ્પીડ, કેમેરા, ક્લોઝ સર્કિટ ટેલીવિઝન કેરા, સ્પીડ ગન, બોડી વિયરેબલ કેમેરા, ડેશબોર્ડ કેમેરા, ઓટોમેટિંક નંબર પ્લેટ રિકોગ્નિશન, વેટ ઈન મશીન અને આવા કેટલાક ઉપકરણો સામેલ છે. રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરે કે, આ પ્રકારના ઉપકરણોને રાષ્ટ્રીય રાજમાર્ગો, રાજ્ય માર્ગો અને મહત્વના સ્ટેશનો પર ઓછામાં ઓછા 10 લાખથી વધારેની વસ્તી ધરાવતા મુખ્ય શહેરોમાં લગાવવામાં આવે. આ જાહેરનામામાં 132 શહેરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હાઈરિસ્ક વાળા શહેરો છે.

 123 ,  6