VIDEO : ખેડાના પોલીસ મથકમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

જપ્ત કરાયેલા અનેક વાહનો બળીને ખાખ…

ખેડા જિલ્લાના ટાઉન પોલીસ મથકમાં રાત્રિ દરમિયાન આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગ કયા કારણથી લાગી તે હજુ જાણી શકાયુ નથી પરતું પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરતું આગના કારણે પોલીસ મથકમાં રહેલા 25 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, આગ લાગવાની ઘટનાથી લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા.

મોડી રાત્રે આગ લાગવાની અફરા તફરીનો માહોસ સર્જાયો હતો અને લોકોમાં નાસભાગ મચી હતી આગમાં ગુનાના કામમાં વપરાયેલ વાહનોમાં એકાએક આગ લાગતાં આગે મોટુ સ્વરૂપ લીધું હતું. નડિયાદ, અસલાલી અને ઓએનજીસી નવાગામની ફાયરબ્રિગેડની મદદ મેળવાઈ હતી.

આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. જો કે સદનસિબે આ બનાવમાં જાનહાની થઈ નહોતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. વાહનોમાં આગ લાગતા તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી