પંજાબના નવા CM તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાઠવ્યા અભિનંદન

પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિહં ચન્નીએ શપથ લીધા છે. ચરણજીત સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી એક ચહેરો હિંદુ અને બીજો ચહેરો શિખ સમુદાયમાંથી આવે છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો.

કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ચરણજીત સિંહને અભિનંદન આપ્યા હતા. ચરણજીતસિંહ કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ઘરે જઇ શકે છે. નારાજ અમરિંદર સિંહ રાજભવનમાં ચરણજીતના શપથ સમારોહમાં હાજર રહ્યા નહોતા. વડાપ્રધાન મોદીએ પણ પંજાબના નવા મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, ચરણજીત સિંહ ચન્નીજીને પંજાબના મુખ્યમંત્રીરૂપમાં શપથ લેવા પર અભિનંદન. પંજાબના લોકોની સુખાકારી માટે પંજાબ સરકાર સાથે કામ કરવાનું ચાલી રાખીશું.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી