ચરણજીત સિંહ ચન્ની આજે બનશે પંજાબના પહેલા દલિત CM

કોંગ્રેસ બે DyCM પણ બનાવશે

પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ તરીકે આજે સવારે 11 વાગે શપથ લેશે. આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જો કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા. 

બે ડેપ્યુટી સીએમ બનાવશે કોંગ્રેસ

કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે એ વાતની પુષ્ટિ કરી છે કે પંજાબમાં બે ડેપ્યુટી સીએમ (DyCM) બનાવવામાં આવશે. હરીશ રાવતે કહ્યું કે એવી બધાની ભાવના છે કે બે ડેપ્યુટી સીએમ હોવા જોઈએ. કેટલાક નામ પર વિચાર પણ થયો છે પરંતુ તે મુખ્યમંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આથી આ અંગે હાઈ કમાન સાથે વાત કરીશું અને નામ નક્કી કરીશું. સૂત્રો મુજબ બ્રહ્મ મહિન્દ્રા અને સુખજિંદર રંધાવા ડેપ્યુટી સીએમ બની શકે છે. 

ચરણજીત સિંહ ચન્ની હશે પહેલા દલિત સીએમ

ચરણજીત સિંહ ચન્ની પંજાબના પહેલા દલિત સીએમ હશે. ટ્વિટર પર કોંગ્રેસ નેતાઓએ દલિત મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયના ખુબ વખાણ કર્યા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. જ્યારે રણદીપ સિંહ સુરજેવાલાએ આશાનું નવું કિરણ ગણાવ્યું. 

કોંગ્રેસે દલિત કાર્ડ ખેલવાનું શરૂ કર્યું

કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે  કોંગ્રેસે નવો ઈતિહાસ રચ્યો. એક દલિત સાથી, સરદાર ચરણજીત ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનાવીને દરેક ગરીબ સાથી અને કાર્યકરોને ગૌરવાન્વિત અને શક્તિશાળી બનાવ્યા. તારીખ સાક્ષી છે કે આજનો આ નિર્ણય પંજાબ અને દેશના દરેક વંછિત અને શોષિત સાથી માટે આશાની નવી કિરણ બનશે અને નવા દરવાજા ખોલશે. 

આ બાજુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું કે ઐતિહાસિક! પંજાબના પહેલા દલિત સીએમ-પદનામ, ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. બંધારણ અને કોંગ્રેસની ભાવનાને નમન! ચરણજીત ચન્ની ભાઈને શુભેચ્છાઓ.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી