ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો સભ્ય અને વર્લ્ડ કપ ફાઈનલમાં મેન ઑફ ધ મેચ બનેલો ક્રિકેટર મનજોત કાલરા ખોટી ઉંમર જણાવવાના આરોપમાં ફસાઈ ગયો છે. દિલ્હી પોલીસ તરફથી નોંધવામાં આવેલી ચાર્જશીટમાં જણાવાયું છે કે, મનજોતે પોતાની ઉંમર એક વર્ષ ઓછી જણાવી.
ચાર્જશીટમાં કહેવાયું છે કે એ સ્પષ્ટ છે કે મનજોત કાલરાની જન્મ તારીખ તેના માતા-પિતાએ દિલ્હી માટે રમવાનો ફાયદો મળે તે માટે બદલી છે. એ વાત પર કોઈ શંકા નથી કે મનજોત કાલરાના પરિવારજનોએ તેના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કર્યો છે.
મનજોત કાલરાના પિતાએ પોલીસના આરોપથી ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તે પ્રથમ વખત સ્કૂલમાં દાખલ થયો તો એક સંબંધીએ ખોટી જન્મ તારીખ લખાવી દીધી હતી. બાદમાં તેને ઠીક કરાવી હતી. તેના જન્મનું અસલી વર્ષ 1999 જ છે.
45 , 1