બનાવટી માર્કશીટના આધારે સનદ- સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપાશે

આગામી દિવસોમાં રાજ્ય પોલીસ વડા નિર્ણય કરશે

રાજ્યમાં બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાના કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટે ગુજરાત બાર કાઉન્સિલે મુખ્યમંત્રી સહિતની જગ્યાએ પત્ર લખ્યા હતા. ત્યારે ગૃહ વિભાગે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા અંગે રાજ્ય પોલીસ વડા સાત દિવસનામાં નિર્ણય કરવા નિર્દેષ આપ્યો હતો. જેથી આગામી દિવસોમાં આ મામલે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે, અત્યારે આવા તમામ નોંધાયેલા કેસોની તપાસ સોલા પોલીસ સ્ટેશન કરી રહ્યું છે. 

કોઇપણ વિદ્યાર્થી ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસ કર્યા બાદ કાયદાના સ્નાતકે ગુજરાત સહિત દેશમાં વકીલાત તરીકેની પ્રેકટીસ કરવી હોય તો સ્ટેટ બાર કાઉન્સીલમાંથી સનદ મેળવવી ફરજિયાત છે. દરેક અરજદારે આ સનદ મેળવવા માટે બાર કાઉન્સીલનું એનરોલમેન્ટ ફોર્મ ભરી તેની સાથે તમામ સેકન્ડરી, હાયર સેકન્ડરી, તથા ગ્રેજ્યુએશન તેમ જ એલ.એલ.બી.ની માર્કશીટ તથા સર્ટીફીકેટ રજૂ કરવા ફરજિયાત હોય છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઇપણ ગુજરાત બહારની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અથવા લો ગ્રેજયુએશનનો અભ્યાસક્રમ કર્યો હોય તેઓનું જે તે યુનિવર્સિટીનું માર્કશીટના ખરાપણા માટે વેરીફીકેશનમાં ફરજિયાત મોકલવાનો નિયમ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના હુક્મ મુજબ માર્કશીટનું વેરીફીકેશન કરાવવામાં આવતાં સનદ મેળવવા અરજદાર દ્વારા દેશના રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, તેલંગાણા સહિતની કેટલીક યુનિવર્સિટીની બોગસ માર્કશીટ મેળવી ગુજરાત બાર કાઉન્સિલમાં જમા કરાવવાનો પ્રયાસ કર્યો છે.

2017માં 14 અને 2018માં પણ 14 અરજદારો ખોટી માર્કશીટ દ્વારા વકીલાતની સનદ મેળવવા પ્રયાસ કર્યો હોવાથી તેમની સામે સોલા હાઇકોર્ટ સ્ટેશનમાં પૂર્વ આયોજીત ખોટા દસ્તાવેજો ઊભા કરી ખોટું જાણતા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગેની ફરિયાદ કરી હતી. સોલા પોલીસે માત્ર લાગતા વળગતા સનદ મેળવવા પ્રયત્ન કરનારા અરજદારો વિરુધ્ધ કાર્યવાહી કરી હતી. પરંતુ આ ગુનામાં ઝીણવટભરી તપાસ કરવાની તેમ જ આ કાવત્રામાં કોણ કોણ સંડોવાયેલા છે અને આવા પ્રકારની ખોટી માર્કશીટ, ખોટા દસ્તાવેજો કયાં અને કેવી રીતે તૈયાર થયા છે ઉપરાંત ગુજરાત સહિત દેશમાં કઇ કઇ યુનિવર્સીટી ખાતે આવી ખોટી યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરવામાં આવે છે, તેવી સંસ્થાઓની પણ ઊંડાણમાં તપાસ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઇ છે.

આ બોગસ માર્કશીટ દસ્તાવેજોનું કૌભાંડ રાજય તેમ જ રાષ્ટ્ર વ્યાપી હોવાની સાથે આંતરરાજય ગુનાખોરી કરતી ટોળકીઓ સંડોવાયેલી હોવાથી આ ગુનાની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટેની માંગણી કરવાનો ઠરાવ કર્યો હતો અને મુખ્યમંત્રી સુધી લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર