September 26, 2022
September 26, 2022

WC-2019: ફેન ઓફ ધ મેચ ‘ચારુલતા’, 83માં કપિલ દેવે વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ હાજર હતા

મંગળવારે યોજાયેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં સૌથી વધુ આકર્ષણ 87 વર્ષનાં ગુજરાતી ક્રિકેટ ચાહક ચારૂલતા પટેલે જમાવ્યું હતું. 87 વર્ષીય ચારુલતા બહેન પટેલ ઈન્ડિયન ક્રિકેટ ટીમના નંબર વન ફેન છે.

ચારુલતા બહેન ઈન્ડિયન ક્રિકેટ ટીમના ફેન છે પણ હવે તો ઈન્ડિયન ક્રિકેટ ટીમ પણ ચારુલતા બહેનની ફેન થઈ ગઈ છે.

ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ મેચ દરમિયાન ક્રિકેટ ફેન ચારુલતા બહેન પોતાના દેશના ક્રિકેટર્સને સપોર્ટ કરવા મેદાન પર આવ્યા હતા. આ ઈન્ડિયન દાદી દરેક ચોગ્ગા અને છક્કા પર પીપૂડી વગાડીને ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.

મેચ પહેલાં ચારૂલતા પટેલે જણાવ્યું, “ ઇન્ડિયા જીતશે જ મારા આશિર્વાદ છે, હું 40 કરતાં વધુ વર્ષથી રહુ છું, 1983ના વર્લ્ડકપમાં હું અહીંયા જ હતી ત્યારે મેં વાત નહોતી કરી. આ વર્ષે વિરાટ કોહલી અને ટીમ જીતશે.

મેચ દરમિયાન વિરાટ, કોહલી અને રોહિત શર્મા ચારૂલતા પટેલને મળ્યા હતા. તેમણે બંને ખેલાડીઓને ચૂમી અને આશિર્વાદ આપ્યા હતા. ત્યારબાદ ચારૂલતા પટેલ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગ્યા, વિરાટ અને રોહિત સાથેની તેમની મુલાકાત માધ્યમોમાં ચર્ચાનો વિષય બની હતી.

ચારૂલતા પટેલે જણાવ્યું કે હું એટલી મોટી ક્રિકેટ ચાહક છું કે મને એક સમયે ભોજન ન મળે તો ચાલે પરંતુ મેચ જોવી અનિવાર્ય છે. મને કોહલી પણ પસંદ છે પરંતુ ટીમ ઇન્ડિયાનો કૂલ ક્રિકેટર એમએસ ધોની છે. જોકે, તમામ ક્રિકેટનો સ્વભાવ સારો છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી