સામાન્ય રીતે IIM જેવી મેનેજમેન્ટની ઊંચા દરજ્જાની શૈક્ષણિક સંસ્થામાં ભણવાની ઈચ્છાઓ દરેકની પૂરી થતી નથી. પરંતુ ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD આર. એસ. સોઢીના ડ્રાઈવર પકંજ સિંહના પુત્ર હિતેશ સિંહ IIM અમદાવાદમાં ભણવા માટે પસંદ થયો છે.
IIMમાં તે PGમાં ફૂડ એન્ડ એગ્રી બીઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરશે. મજાની વાત એ છે કે હિતેશના પિતા પંકજ સિંહ જયારે સોઢીને લઈને IIM નિયમિત રીતે જતા હતા ત્યારે તેઓ એવું વિચારતા હતા કે એક દિવસ તેઓ પણ તેમના પુત્રને અહીંયા ભણાવશે.
સમય જતા તેમનો પુત્ર શૈક્ષણિક રીતે કાબેલ થયો અને 22 વર્ષની ઉમરે IIM અમદાવાદમાં પસંદ થયો છે. તેના અંતિમ ઈન્ટરવ્યું માટે તેના પિતા પોતે તેને કારમાં બેસાડીને લઇ ગયા હતા. એક ડ્રાઈવરના પુત્રને IIM જેવી સંસ્થામાં ભણવાનું મળે તે નસીબની અને મહેનતની બલિહારી જ કહી શકાય.
109 , 3