અમદાવાદ : સસ્તા ભાવે મકાન અપાવવાની લાલચ આપી ગરીબ મહિલાઓ સાથે ઠગાઇ

ઇસનપુર પોલીસે ફરાર ઠગ માતા પુત્રી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી..

શહેરના ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના નામે મધ્યવર્ગની 30થી વધુ મહિલાઓ સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે.  સસ્તા અનાજ દુકાન ધારક દ્વારા ગરીબવ મહિલાઓને અંધારામાં રાખી 20 જેટલી મહિલાઓએ જમા પુંજી  પણ આપી દીધી હતી. ત્યારે ભોગ બનેલી મહિલાઓને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ઇસનપુર પોલીસ સ્ટેશનમાં આ અગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે માતા અને દિકરી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે

ઈસનપુરમાં આવેલા કામેશ્વર કોમ્પલેક્ષમાં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહ દ્વારા પહેલા આ બહેનોને 20 હજારમાં બીપીએલ કાર્ડ કાઢીને તમામ મહિલાઓને વિશ્વાસમા લીધા અને બાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવશે તેમ કહી 30થી વધુ બહેનો સાથે ઠગાઈ કરી. કેટલીક મહિલાઓ પાસે 20 હજાર, 30 હજાર અને 50 હજાર સુધીની રોકડ લઈ લિધી અને પોતાની સસ્તા અનાજની દુકાનની રસિદો પણ આપી દિધી. જો કે બે વર્ષ વીતી ગયા છતા મહિલાઓને મકાન ન મળતા આખરે ભાન થયુ કે આ માતા દીકરી બધાનુ ફુલેકુ ફેરવી દુકાન બંધ કરી નાસી ગયા હતા. છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી મહિલાઓને માત્ર હજુ 50 ટકા જ ન્યાય મળ્યો. કારણકે પોલીસે માત્ર હજુ ફરિયાદ નોંધી પણ સામાન્ય મહિલાઓ આરોપી હોવા છતાંય પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.

ભોગ બનનાર બહેનો ઘરકામ કરી એક એક રૂપિયો ભેગો કરીને નીશા શાહને રૂપિયા આપ્યા હતા અને પોતાના સ્વજનોને આ મકાન જ્યારે મળે ત્યારે સરપ્રાઈઝ આપવા માગતા હતા પણ તેઓને સ્વપને પણ ખ્યાલ નહોતો કે તેમની પરસેવાની કમાણીની છેતરામણી થશે. રૂપિયા આપ્યાને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ભોગ બનનાર મહિલાઓની ધિરજ ખુટતી ગઈ. ત્યારે નીશા શાહની દુકાને પહોચ્યા તો દુકાનને તાળા અને ફોન ઉપાડવાનુ પણ બંધ કરી દિધુ ત્યારે આખરે મહિલાઓ દ્વારા ન્યાય મેળવવા માટે ઈશપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી જે આધારે હવે ગુનો દાખલ કરાયો છે.

મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો સસ્તા મળશે તેની લાલચે 20 જેટલી બહેનોએ પોતાની જમા પુંજી આપી દિધી અને છેતરપીંડીનો ભોગ બની ત્યારે હવે આ બહેનો ન્યાયની આશ સાથે પોલીસ પર ભરોષો રાખીને બેઠી છે જોકે પોલીસ પણ કાઈ નક્કર કામ ન કરતા બહેનોની મુઝવણ વધી છે. આ કૌભાંડમાં માત્ર 30 જેટલી જ મહિલાઓ નહિ પણ અનેક લોકો ભોગ બની ચુક્યા છે. ત્યારે આ બહેનોની ન્યાય મળશે કે નહિ તે સવાલ છે.પ્રાથમિક તપાસમાં આરોપી બંન્ને મહિલાઓમાંથી નિશાબેન શાહનું કોરોનામાં મૃત્યુ થયુ છે.તથા હેલીબેનને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી