September 20, 2021
September 20, 2021

Megan Foxનો બોલ્ડ લૂકમાં જલવા….

પારદર્શી ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી હોલીવુડ સ્ટાર, ઇન્ટરનેટ પર લગાવી આગ

ગ્લેમરની દુનિયામાં રહેનાર સ્ટાર સામાન્ય રીતે ખૂબ અલગ આઉટફિટ પહેરતા રહે છે. સ્ટારના આવા અતરંગી આઉટફિટ ન ફક્ત લોકોનું ધ્યાન ખેંચે છે પરંતુ તેમને ચર્ચામાં પણ લઇ આવે છે. પરંતુ જો કોઇ અભિનેત્રી આ પ્રકારના પારદર્શી કપડાં પહેરી કોઇ મોટી ઇવેન્ટમાં પહોંચી જાય તો?

MTV વિડીયો મ્યુઝિક એવોર્ડ્સ 2021 રવિવાર 12 સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કના બ્રુકલીનમાં બાર્કલેજ સેંટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. વિડીયો મ્યુઝિક એવોર્ડ સેરેમનીના સેલેબ્સ જબરદસ્ત લુક્સ અને સિઝલિંગ અવતાર જોવા મળ્યા હતા. પરંતુ લોકોની ભીડમાં અમેરિકન એક્ટ્રેસ અને મોડલ મેગન ફોક્સ અને એના મ્યુઝિશિયન બોયફ્રેન્ડ મશીન ગન કેલીએ પોતાના લુક્સથી બધી લાઈમલાઈન લૂંટી લીધી.

વિડીયો મ્યુઝિક એવોર્ડમાં મેગન ફોક્સ પોતાના બોયફ્રેન્ડ મશીન ગન કેલી સાથે 2021 VMA રેડ કાર્પેટ પર બોલ્ડ ડ્રેસ પહેરી જયારે ઉતરી તો લોકોની નજર હટી જ નહી. ન્યૂડ સી થ્રી ડ્રેસમાં મેગનની ફોટો ઇન્ટરનેટનું ટેમ્પરેચર હાઈ કરી રહી છે.

MTV વિડીયો મ્યુઝિક એવોર્ડના રેડ કાર્પેટ પર મેગન ફોક્સ ન્યૂડ કોર્સેટ બ્રાની ઉપર ન્યૂડ સી થ્રી શિયર મુગલર ગાઉન પહેરી બોલ્ડ લુકમાં જોવા મળી હતી. એમના ન્યૂડ સી થ્રુ ગાઉન પર ક્રિસ્ટલ વર્ક હતું, જે એમની બોલ્ડ ડ્રેસને ગ્લેમરસ ટચ આપી રહ્યું હતું.

 91 ,  1