મુન્દ્રા ડ્રગ કેસમાં ચેન્નઈથી દંપતીની ધરપકડ, 10 દિવસના રિમાન્ડ મંજુર

અધધ..15 હજાર કરોડની કિંમતનો જથ્થો, ભારતના ઇતિહાસમાં પહેલીવાર આટલો મોટો જથ્થો ઝડપાયો

કચ્છના મુન્દ્રાના અદાણી પોર્ટ પર ડ્રગ્સ ઝડપાવાના મામલે આયાત કરનાર ચેન્નઈના દંપતીને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 3 હજાર કિલો હેરોઈન ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 15 હજાર કરોડ થાય છે. નોંધનિય છે ભારતના ઇતિહાસમાં આટલો મોટો ઝથ્થો ગુજરાતમાંથી ઝડપાયો છે.

આ મામલે દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ વધુ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તો મુન્દ્રામાં અફઘાનિસ્તાનથી આવેલા ત્રણેય કન્ટેનરોને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુન્દ્રા MICT ખાતે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટેનરોની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 

DRIના સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું.  જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની  ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. અને હજુ પણ તપાસ ચાલુમાં છે.

આ કેસમાં 17 મી તારીખે ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ  દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતા,  જેઓને આજે ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

જેથી DRIની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્લી જશે. નોંધનીય છે કે આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો.  પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી છે અને હવે અન્ય માથાઓના નામ ખુલવા પામશે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી