IPL 2021માં ચેન્નઈ ‘સુપર કિંગ્સ’

ધોનીની CSK ટીમ ચોથી વખત ચેમ્પિયન, KKRને 27 રનથી હરાવ્યું

દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ના ફાઈનલ મહા મુકાબલમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને IPLખિતાબ જીતી લીધો છે. ધોનીની ટીમ ચોથી વખત ફાઈનલમાં જીત્યું છે.

ધોનીની કપ્તાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 14નો ખિતાબ જીતી લીધો છે. શુક્રવારે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું. ચેન્નઈની આઈપીએલમાં આ ચોથી જીત છે. આ પહેલા તેમણે 2010, 2011 અને 2018માં ટ્રોફી પર કબ્જો કર્યો હતો.

IPL હોય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનશીપમાં મહેન્દ્રસિંહ ધોની જેવો ચતુર કોઇ કેપ્ટન ન હોઈ શકે. ટીમ સિલેક્શનથી લઇ મેદાન પર નિર્ણય લેવાની કળાથી ધોનીએ ફરી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. ગત સિઝનમાં ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં લાસ્ટ નંબર પર રહી હતી. જ્યારે આ વખતે કમબેક કરી ટાઇટલ જીતવામાં સફળ રહ્યાં છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમે કલકત્તાને જીત માટે પહાડ જેવો 193 રનનો લક્ષ્યાંક આપ્યું હતો. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 165 રન જ બનાવી શકી હતી.

બીજી તરફ 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018 અને 2019માં ચેન્નઈએ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી, પરંતુ જીત માત્ર 2010, 2011 અને 2018માં જ મળી હતી. છેલ્લી 8 ફાઈનલમાં 5 વખત હારનો સામનો કરનારી આ ટીમે 14મી સીઝનમાં કોઈ ભૂલ નથી કરી.

સૌથી પહેલા પ્લેઑફ અને ફાઈનલ માટે ક્વૉલીફાઈ કરનારી ચેન્નઈ પોતાની આઈપીએલ અભિયાનની શરૂઆત હાર સાથે કરી હતી. મુંબઈમાં આ મેચમાં જ્યારે દિલ્હી કેપિટલ્સથી તેને હાર મળી તો લાગ્યું કે ગત વર્ષનું ખરાબ ફોર્મ હજુ સુધી સુધર્યું નથી. પરંતુ સતત 5 મેચ જીતતા જ ધોનીએ બતાવી દીધું કે કેપ્ટનશીપનો ચમત્કાર યથાવત્ છે. ઇન્ડિયા લેકમાં આ ટીમને કેકેઆરને પણ 18 રનથી હરાવ્યું હતું. મુંબઈએ જીતનો ક્રમ તોડ્યો હતો.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી