ચેન્નાઇ સામે કોલકાતાની હાર, 7 વિકેટે આપી માત

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ટૉસ જીતીને ચેન્નાઈએ કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ રસેલનાં 50 રનની મદદથી 20 ઑવર્સમાં 108 રન બનાવ્યા હતા.

109 રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈએ પ્લેસિસનાં અણનમ 43, વૉટસન 17, રૈના 14 અને રાયડૂનાં 21 રનની મદદથી 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

કોલકાતા તરથી સુનીલ નરેને 2 અને પિયુષ ચાવલાએ 1 વિકેટ ઝડપી હતી. આ સાથે ચેન્નાઈ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગયું છે.

 31 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર