છારાનગર પોલીસ દમન કેસ મામલો : આજે બે સાક્ષીઓએ મેટ્રો કોર્ટમાં ફિટ જુબાની આપી

જેસીપી અશોક યાદવ, પીઆઇ વિરાની, પીએસઆઈ ડી.કે.મોરી અને ઘીલ્લોન સહિત સામે માર માર્યાની કરી હતી ફરિયાદ

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારના છારાનગરમાં સરદારનગર પોલીસે માસૂમ નિર્દોષ લોકોને ઘરમાં ઘુસી ઘૂસીને માર મારવાના કેસમાં આજે બે સાક્ષીઓએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી.બી.પટેલ સમક્ષ જુબાની આપી હતી. વધુ 5 સાક્ષીઓને કોર્ટે સમન્સ જારી કર્યા છે. વધુ સુનાવણી 18મી જાન્યુઆરીએ હાથ ધરાશે.

બનાવની વિગત એવી છે કે, તા.27મી જુલાઇ 2018ના રોજ છારાનગર વિસ્તારમાં પી.એસ આઈ ડી.કે મોરી પોલીસ રેડ દરમ્યાન સન્ની નામના શખ્સ સાથે કારની લાઈટ મારવા મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મોરીએ કંટ્રોલ મેસેજ કરી એવી જાહેરાત કરી હતી કે, 150 જેટલા લોકોએ પોલીસ પર હુમલો કરી માર મારવામાં આવ્યો છે. ત્યારે સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવે તેમના તાંબાના પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા. ત્યારે પોલીસે કોઈ પણ ખરાઈ કર્યા વગર ઘર સુઈ રહેલા લોકોને ઘર માંથી બહાર કાઢી માર માર્યા હતા. ઘર બહાર પાર્ક કરેલા વાહનોની તોડ ફોડ કરી હતી. પોલીસે 29 લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે માર માર્યાની ફરિયાદ કરી હતી.

આ ફરિયાદના 2 વર્ષ બાદ કોર્ટે વધુ બે સાક્ષીઓને જુબાની આપવા સમન્સ જારી કર્યા હતા. આજે અતુલ ગાગડેકર અને જીતુ તમંચેએ કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીઓએ કોર્ટમાં ફિટ જુબાની આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસે 5 વકીલ અને 2 પત્રકારની પણ ધરપકડ કરી હતી. આરોપીઓએ સરદારનગર પી.આઈ. વિરાની. જેસીપી અશોક યાદવ, પીએસઆઇ ડી.કે.મોરી, ઢીલોન સહિત પોલીસ કર્મીઓની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

 70 ,  1