છોટાઉદેપુર : પોલીસ સ્ટેશન દ્રારા ઝોઝ ટાઉનમાં જુગાર રમતા છ ઈસમોની કરી ધરપકડ

છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર  તથા પ્રોહીબીશનના કાયદાનુ કડક રીતે પાલન થાય તેમજ જુગાર પ્રોહીબુટલેગરો પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક બાતમી મળતાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોઝ ગામ ખાતે જુગાર રમાઈ છે. નાયબ પોલીસ અધિક્ષકએ તાત્કાલીક પોતાની કચેરીનો સ્ટાફ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના માણસો બોલાવી માહીતીથી વાકેફ કરી જુદી જુદી ટીમો બનાવી બનાવવાળી જગ્યાએ રવાના થયા.   

 દરમ્યાન ઉપરોકત બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા ઓરડીની બાજુમાં નદી કાંઠે  કેટલાક ઇસમો જુગાર રમતા હતા સદર જગ્યાને ઘેરી લઈ રેડ પાડતા જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી અને બીજા કેટલાક ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા. જુદા જુદા દરની ચલણી નોંટો રોકડા રૂપીયા ૧૫,૯૧૦/- તથા જુદી-જુદી કંપનીના મોબાઇલ મળી આવ્યા હતા. તેઓની વિરુદ્ધ જુગાર ધારા કલમ- ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ હતી.

પ્રતિનિધિ : રફીક મકરાણી, છોટાઉદેપુર.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી