નક્સલીઓ સાથે મુઠભેડમાં 4 જવાન શહીદ, બે ઘાયલ

લોકસભા ચૂંટણી પહેલા નક્સલીઓએ ફરી એકવાર છત્તીસગઢમાં જવાનોને નિશાન બનાવ્યા છે. કાંકેર જિલ્લામાં સુરક્ષાબળ અને નક્સલીઓ વચ્ચરે અથડામણ સર્જાઇ હતી. જેમાં BSFના ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી વિગત મુજબ, જવાનોની એક ટીમ સર્ચ ઓપરેશન માટે નિકળી હતી તે દરમિયાન ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનો પર અચાનક હુમલો કરી દીધો હતો. જો કે જવાનોએ પણ વળતો જવાબ આપ્યો હતો.

એન્ટી નેશનલ ઓપરેશનના ડીઆઈજી સુંદરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે. જવાનના શહીદ થવાની જાણકારી પણ આપી છે. સુંદરાજનું કહેવું છે કે ચાર જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા છે. હાલ ઘાયલ જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 31 ,  3