છોટાઉદેપુર: એસ ટી ડેપોની જર્જરિત હાલતમાં પાણીની ટાંકી

છોટાઉદેપુર એસ ટી ડેપોમાં સ્ટાફ અને પ્રજાને પાણીનો જથ્થો પૂરો પાડવા માટે એક પાણીની ટાંકી વર્ષો પહેલા બનાવવામાં આવી છે.ટાંકી ના પોપડા પણ નીકળી ગયા છે. અને ઘણી જગ્યાએ પડેલ તિરાડો માંથી પાણી પણ જમી રહ્યું છે ત્યારે તેના રીપેરીંગ અર્થે કોઈ ધ્યાન નહિ અપાતા ટાંકી તૂટી જાય તેવી શક્યતા જણાઈ રહી છે.

એસ ટી ડેપોમાં બનેલી પાણીની ટાંકીને અંદાજે 50 વર્ષ જેવો સમય થઈ ગયો હશે પરંતુ આ ટાંકીની આસપાસ પોપડા નીકળી ગયા છે તિરાડો પડી છે તેમાંથી સતત પાણી પડી રહ્યું છે કોઈ વખત હોનારત સર્જાય તેમ છે.છંતા તંત્ર ધ્યાન આપતું નથી.

ગુજરાત રાજ્યમાં જેવી રીતે જર્જરિત ટાંકી તૂટવાની ઘટના બને છે.તેમ છોટાઉદેપુર ડેપોની ટાંકી તૂટે તો પેસેન્જર સાથે મોટી દુર્ઘટના સર્જાય તેવી સમસ્યા ઉભી થવા પામી છે.

(રફીક મકરાણી – પ્રતિનિધિ છોટાઉદેપુર)

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી