છોટાઉદેપુર: કવાંટ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસતા કોઝવે પાણી…પાણી..

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસતા ઉપરવાસમાં અચાનક કોઝવે પર પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

કંવાટ તાલુકાના નાની ટોકરી અને મોટા ધોડા ગામમાં આજે દિવાશાનો તહેવાર હતો.તેથી કેટલાં લોકો દિવાશાનાં તહેવારની ઉજવણી કરવા આવ્યા હતાં.પંરતુ અચાનક ઉપર વાસમા વરસાદ થવાથી નાની ટોકરી કોઝવે ઉપર અચાનક પાણી આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.લોકો પાણી ઓસરવાની રાહ જોઈને આખરે ગામ લોકો પોતાના જીવ જોખમ મુકી કોઝવે ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હતાં.

ગામ લોકો માંગણી કરી રહ્યા છે કે આ કોઝવે ઉપર મોટા પુલીયો બનાવામાં આવે.વરસાદમાં પાણી આવી જાય છે જેને લઇ નાની ટોકરી મોટાં ધોડા તેમજ અન્ય ગામનાં સંપર્ક કપાય જાય છે. તેથી સરકાર આ આદિવાસી વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

(રફીક મકરાણી- પ્રતિનિધિ છોટાઉદેપુર)

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી