છોટાઉદેપુર :સનરાઈઝ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી

સંપૂર્ણ જગત જેના સ્વાગત સત્કાર અને જન્મોત્સવ ઉજવવા થનગને છે એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવતું પર્વ એટલે જન્માષ્ટમી.

જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે સ્કુલોમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે છોટાઉદેપુર નગરની વિવિધ સ્કૂલોમાં જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર નગરની સનરાઈઝ શાળાના બાળકોએ જન્માષ્ટમીની ઉજવણી રાસ ગરબા ખેલી, માખણ મટકી ફોડી ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાનના જન્મદિનને યાદગાર બનાવવા નાના ભૂલકાઓ કૃષ્ણ અને ગોવાળિયા બનીને આવ્યા હતા, જયારે બાલિકાઓ ગોપીની વેશભૂષામાં સુંદર ભાસતી હતી ભગવાનને પારણામાં ઝુલાવી આરતી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાસ ગરબાની રમઝટ જમાવી હતી. બાળકોએ પોતપોતાના ગૃપોમાં મટકી ફોડી આનંદ વ્યકત કર્યો હતો “નંદ ઘેર આનંદ ભયો … જે કન્હૈયા લાલ કી” ના નારા સાથે ધૂમ મચાવી હતી.

પ્રતિનિધિ: રફીક મકરાણી, છોટાઉદેપુર.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી