છોટાઉદેપુરઃ કોઝવે પર પાણી ફરી વળતા જીવનાં જોખમે અવર-જવર

છોટાઉદેપુર જીલ્લામાં એક અઠવાડીયા પહેલા વરસેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી. જેને લઈને નદી નાળા છલકાઈ ગયા હતા. નદીઓમાં પાણી આવી જવાને કારણે કેટલાક ગામોના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે જીવનું જોખમ ખેડવાનો વારો આવી ગયો છે.અને સાથે સાથે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સતત ભયના ઓથાળ હેઠળ ચેકડેમ પરથી પસાર થવું પડી રહયું છે.ભણશે ગુજરાતની વાત માત્ર વાતો જ બનીને રહી ગઇ હોય તેવા એંધાણ દેખાઇ છે.શું આ રીતે ભણશે ગુજરાત ?

એક અઠવાડીયા પહેલા છોટાઉદેપુર જીલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો જેને લઈને નદીઓ ગાંડીતુર બની ગઈ હતી. અને ઠેર ઠેર વિનાસ વેર્યો હતો.પરંતુ કવાંટ તાલુકાની કરા નદીમાં પૂર આવવાને કારણે મોટા ઘોડા ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

કરા નદીમાં ધસમસતા પૂરના પાણી આવતા કોઝવે ધોવાઇ ગયા છે. કોઝવે ધોવાઈ જતા દસ ગામની વ્યક્તિઓને આવવા જવાની ભારે મુશ્કેલી વેઠવી પડે છે.હાલમાં બસ વ્યવહાર પણ ઠપ થઈ ગયા છે. ગતે વર્ષે પણ ત્યાંના રહીશો દ્વારા મીની બ્રિજ કરા નદી ઉપર બનાવી આપવા માટે માંગણી કરાઈ હતી પરંતુ તંત્ર દ્વારા હાલ કોઈ ધ્યાન અપાયું નથી.

મોટી ટોકરીથી બોરધા ગામ વચ્ચે પસાર થતી કરા નદી ઉપર બનાવેલો કોઝવે પસાર કરી ચોમાસામાં જતા અત્યાર સુધી પાંચ જેટલી વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યા હોવા છતાં તંત્રની આખો ખુલતી નથી .રાજકીય નેતાઓ રસ દાખવતા નથી તેથી ગામનાં રહીશોમાં ભારે નારાજગી વર્તાઈ રહી છે. કરા નદીમાં અત્યારે પાણી જતા અને કોઝવે છે તેની સાઈડો ધોવાઈ જતા કરજવાટ-ખપેડિયા-ડુંગરગામ- નાની ટોકરી-નાની ઘોડી- મોટા ઘોડા- બળદગામ- ઉડવા- નારુંકોટ-મકોડીને હાલ મુશ્કેલી પડી રહી છે.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લો ડુંગર અને કોતરો વચ્ચે વસે છે .તેમાં ગામડાઓની નજીક કોતરો નદીઓ ચોમાસાની અંદર ફરજીયાત જિલ્લા અને તાલુકા મથકે જવું પડે છે .તે સમયે મુશ્કેલી ઉભી થાય છે. જેથી જે ગામો વધુ ગામોને જોડતા હોય ત્યાં આગળ કોઝવેની જગ્યાએ મીની પુલ બનાવવા આગ્રહ રાખવો જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી