છોટાઉદેપુર : નર્મદા કેનાલમાંથી મળી આવી વિદ્યાથીની લાશ

બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ પરના રેલવે બ્રિજ પરથી મોતની છલાંગ લગારનાર વિદ્યાર્થીનીની લાશ મળી આવી છે. વિદ્યાર્થીનીની લાશ ગઈ કાલે મોડી સાંજે બોડેલી નજીકના ચારોલા ગેટ પાસેથી લાશ મળી આવી હતી. ઘટનાની વિગત મુજબ, ગઇકાલે વિદ્યાર્થીએ કોઇ અગમ્યકારણોસર મોતની કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતુ. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોપડા અને ચીઠી મળી આવી હતી.

મળતી વિગત મૂળ કવાંટ તાલુકના મોગરા ગામની વિદ્યાથીની સુમિત્રા કાન્તીભાઈ ભીલ બોડેલીરહીને નસવાડીમાં રહીને એસ. બી. સોલંકી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જોકે બોડેલી કેનાલનાબ્રીજ પરથી
પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક તરવૈયાઓએ બોટ દ્વારા કેનાલમાં ધસમસતા પ્રવાહમાં શોધખોળ ચલાવી હતી જોકે બીજા દિવસે મોડી સાંજે ચારોલ ગેટ પાસે થી સુમિત્રાની લાશ મળી આવી હતી. તો બીજી તરફ પરિવારમાં માતમ છવાય ગયો હતો

પ્રતિનિધિ : રફીક મકરાણી, છોટાઉદેપુર.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી