છોટાઉદેપુર : પાવીજેતપુરમાં રાજીવની ૭૫મી જન્મ જ્યંતી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ

ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જ્યંતી નિમિત્તે જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી.એમ.સી.રાઠવા આર્ટ્સ કૉલેજમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં એમ.સી રાઠવા આર્ટસ કોલેજમાં ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતી નિમિત્તે સ્વર્ગીય રાજીવ ગાંધીના આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલી આપી તેવોની યાદગીરીના ભાગરૂપે કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં ઉપસ્થિત એવા છોટાઉદેપુર જીલ્લા ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા, તુલસી સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ નવલસિંગભાઈ રાઠવા , પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ રાઠવા, લલીતભાઈ.ઝેડ.વકીલ, જેકનભાઈ રાઠવા,ગણપતભાઈ રાઠવા તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ કૉંગ્રેસના હોદેદારો, તાલુકા પંચાયતના જીતેલા હારેલા સદસ્યશ્રીઓ, નાના- મોટા સૌ કાર્યકરો,યુથના મિત્રો ,સેલનાં તમામ આગેવાનશ્રીઓને ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિનિધિ: રફીક મકરાણી, છોટાઉદેપુર.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી