‘…તો આદિવાસીઓ રસ્તા પર ઊતરશે’, બીટીપીના છોટુ વસાવાની સરકારને ચેતવણી

છોટુ વસાવાએ રાકેશ ટિકૈતનું સમર્થન કર્યું સમર્થન, સરકારને ખુલ્લી ચેતવણી 

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનું ગુજરાતના બીટીપીના છોટુ વસાવાએ સમર્થન આપ્યું છે. એટલું જ નહીં ટ્વીટ કરીને સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે રાકેશ ટિકૈતને કંઈપણ થશે તો આદિવાસી રોડ ઉતરશે.

ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂતનેતા રાકેશ ટિકૈતે ગુરૂવારે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. તેમના પગલે ગુજરાતમાં આદિવાસી નેતા અને BTPના સર્વેસર્વા છોટુ વસાવા તેમને પડખે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને રાકેશ ટિકૈતનું સમર્થન કર્યું છે અને રસ્તા પર ઊતરવાની ચીમકી આપી છે. સરકારને ચેતવણી આપીને વસાવાએ કહ્યું છે કે રાકેશ ટિકૈતને એક નાનીઅમથી ઈજા પણ થઈ છે તો આદિવાસી સમાજ રસ્તા પર ઊતરશે.

દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતની ધરપકડ કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. ગાઝિયાબાદ પ્રશાસને ખેડૂતોને પ્રદર્શન સ્થળ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે. જો કે ટિકૈતનું કહેવું છે કે તેઓ ધરણા ખતમ કરશે નહીં. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ધરણા હટાવવાની અરજી પર હજુ કોઈ ચુકાદો આપ્યો નથી. જિલ્લા પ્રશાસન સર્વોચ્ચ અદાલત કરતા ઉપર ન હોઈ શકે. તેમણે કહ્યું કે હું આ નોટિસ વિરુદ્ધ શુક્રવારે સર્વોચ્ચ કોર્ટમાં અરજી દાખલ કરીશ.

આ દરમિયાન રાકેશ ટિકૈત અત્યંત ભાવુક થઇને આરોપ લગાવ્યો હતો કે પ્રશાસન તેમના આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મીડિયા સામે વાત કરતા સમયે તેઓના આંસુ પણ છલકાઈ ગયા. મીડિયા સાથે વાત કરતા ભાવુક થયેલા ટિકૈતે કહ્યું કે ‘પ્રશાસન તેમના શાંતિપૂર્ણ આંદોલનને સમાપ્ત કરવા માટે ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરે છે.’

તેમણે કહ્યું કે ‘અમે અહીં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. અને તેમને પાછા ખેંચવાની માગણી કરી રહ્યા હતા.’ તેમણે આરોપ લગાવ્યો કે ‘ભાજપના લોકો ખેડૂતોને મારવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશના ખેડૂતો સાથે અન્યાય છે. ત્રણ કાયદા રદ થવા જોઈએ અને જ્યાં સુધી કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. હું ખેડૂતોના હક માટે લડતો રહીશ.’

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર