કાબુલી ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાન

તમે તેનું પાણી ફેંકી દો છો તો હવે આવી ભૂલ ન કરતા….

જો કાબુલી ચણા એટલે કે છોલે ચણા પલાળ્યા પછી, તમે તેનું પાણી ફેંકી દો છો, તો હવે આવી ભૂલ ન કરતા. ચણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને Aquafaba તરીકે પણ ઓળખવામાં આવે છે. શાકાહારીઓ માટે ઇંડાનો આ વધુ સારો વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો તમે કાબુલી ચણાને પલાળી રાખો છો અથવા તેને પાણીમાં ઉકાળો છો તો કાબુલી ચણાના પોષક તત્વો પાણીમાં ટ્રાન્સફર થઈ જાય છે. ચણાનું પાણી વિટામિન બી, ફોલેટ, આયર્ન, ફોસ્ફરસ, Linoleic અને Oleic acids જેવા હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે.

Aquafaba અથવા કાબુલી ચણાનું પાણી તૈયાર કરવા માટે કાબુલી ચણાને 4 થી 7 કલાક પાણીમાં પલાળી રાખો. તમે તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમે ઇંડા ખાતા નથી, તો કાબુલી ચણાનું પાણી એક સારો વિકલ્પ બની શકે છે. તેમાં પ્રોટીન અને સ્ટાર્ચ સંતુલિત માત્રામાં હોય છે. ઇંડાના સફેદ ભાગનો આ એક સારો વિકલ્પ છે. તેમાં એ જ ન્યુટ્રિશનલ વેલ્યૂ હોય છે જે ઇંડાના સફેદ ભાગમાં હોય છે. જે લોકોને ઇંડાથી એલર્જી છે તેઓ કાબુલી ચણાના પાણીનું પણ સેવન કરી શકે છે. તેનો ઉપયોગ Mayonnaise બનાવવામાં પણ થાય છે. જો તમે તેનો ઉપયોગ ઇંડાના વિકલ્પ તરીકે કરી રહ્યા છો, તો પાણીને થોડું બ્લેન્ડ કરો. તે દૂધના ફીણ, વ્હીપ્ડ ક્રીમ અથવા વ્હીપ્ડ ઇંડાની સફેદી જેવું દેખાશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી